ઇમ્ફાલએક મિનિટ પેહલા
- કૉપી લિંક

19 નવેમ્બર રવિવારના રોજ અનઆઈડેન્ટિફાઈડ ફ્લાઈંગ ઓબ્જેક્ટ (UFO) જોવાના સમાચારને કારણે ઇમ્ફાલ એરપોર્ટ પર 3 કલાક સુધી અરાજકતા રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એર ટ્રાફિક કંટ્રોલ (ATC) એ આ જાણકારી આપી છે. એટલું જ નહીં ઈમ્ફાલ આવતી બે ફ્લાઈટને કોલકાતા ડાયવર્ટ કરવામાં આવી હતી. જ્યારે ત્રણનું લેન્ડિંગ મોડું થયું હતું.
અહેવાલોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઇમ્ફાલનું એરસ્પેસ અને ફ્લાઇટ ઓપરેશન તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે એક હજાર જેટલા મુસાફરોને અસર થઈ હતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ ઈમ્ફાલ એરસ્પેસનું નિયંત્રણ એરફોર્સને સોંપી દીધું છે. વાયુસેનાની મંજૂરી બાદ જ ઇમ્ફાલમાં વાણિજ્યિક ઉડાન કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી.
ત્રણ ફ્લાઈટને લેન્ડિંગ કરતા અટકાવવામાં આવી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એર ટ્રાફિક કંટ્રોલ અને જમીન પર હાજર લોકોએ લગભગ 2 વાગ્યે ડ્રોન જોયા. આ પછી એર ઈન્ડિયાની બે અને ઈન્ડિગોની એક ફ્લાઈટને લેન્ડ ન કરવા માટે કહેવામાં આવ્યું હતું. તે જ સમયે (બપોરે 2) ઈમ્ફાલ આવતી બે ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી.
ઇમ્ફાલ એરપોર્ટ ડાયરેક્ટર ચિપેમ્મી કીશિંગે ડ્રોન જોવાની પુષ્ટિ કરી છે. તેમણે એમ પણ કહ્યું કે જ્યારે સુરક્ષા મંજૂરી મળી ત્યારે જ ત્રણ ફ્લાઈટને ટેક ઓફ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

UFO ને સામાન્ય ભાષામાં ઉડતી રકાબી કહે છે. ઉડતી રકાબી શબ્દ 1940માં સામે આવ્યો. તેમના અસ્તિત્વને વિશ્વની મોટાભાગની સરકારો દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી નથી, જોકે ઘણા લોકો દાવો કરે છે કે તેઓ ઉડતી રકાબી જોઈ છે. તેઓ પૃથ્વીની બહારની દુનિયા સાથે સંબંધિત માનવામાં આવે છે.
આકાશમાં કોઈ ઉડતી વસ્તુ દેખાઈ – એરપોર્ટ ઓફિસર
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં દિલ્હી જઈ રહેલી એક મહિલા પેસેન્જરે કહ્યું- પ્લેનમાં બોર્ડિંગ 3 વાગ્યા સુધીમાં પૂરું થઈ ગયું હતું, પરંતુ ટેકઓફ માટે 6:10 વાગ્યે ક્લિયરન્સ આપવામાં આવ્યું હતું. આનાથી મુસાફરો ડરી ગયા અને કેટલાક વડીલોને ચિંતા થઈ.
એરપોર્ટના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે લગભગ એક કલાક સુધી એક વિશાળ પદાર્થ આકાશમાં ઉડતો જોવા મળ્યો હતો.
Más historias